અદ્રશ્ય - 6

(63)
  • 3.5k
  • 2
  • 1.8k

આગળ જોયું કે રાહુલનાં માતા-પિતાને રાહુલનાં આગળનાં જન્મ વિશે સંત પાસેથી માહિતી મળે છે.તે સંત તેમને અનંત શેષ સિધ્ધ સાધુ પાસે લઈ જાય છે. બીજી બાજુ રાહુલ તેની બધી પ્રોપર્ટી રોશનીનાં નામે કરવાનું વિચારે છે. વકીલ ઑફિસમાંથી જાય છે. "જેટલો સમય હું અહીં છું તેટલો સમય હું રોશનીને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ.......જેથી તે મને મારી સાથે વિતાવેલી સારી યાદોને યાદ રાખે.........હું કદાચ પાછો નહીં આવી શકું તો..... તે આ યાદો દ્વારા જીવી તો શકશે....!" રાહુલ મનમાં વિચાર કરતો હતો. હરિદ્વારમાં ગંગાઘાટ પર રાહુલનાં માતા-પિતા અને સંત પહોંચે છે. સામે ઘાટ પર એક સાધુ ધ્યાનમાં બેઠેલાં હતાં. તેમની ચારે બાજુ અગ્નિનું