પારદર્શી-12 બીજા દિવસે સવારે બંને બાળકો સ્કુલે ગયા હતા.સમ્યક તૈયાર થઇ ડાઇનીંગ ટેબલ પર નાસ્તાની અને દિશાની રાહ જોઇને બેઠો હતો.દિશા જયાંરે એના માટે ગરમ ઈડલી લઇને આવી તો સમ્યક ત્યાં ન હતો.એની ડીશમાં રાખેલી કાંટાચમચી પણ ગાયબ હતી.દિશાએ ઇડલી સમ્યકની ડીશમાં મુકીને કહ્યું “સમ્યક? તમે અહિં છો?”સમ્યકે આ સાંભળ્યું એટલે કાંટાચમચીને પોતાના ડાબા હાથમાં ખુંચાવી.એ ટેબલ પર જ હતો અને દેખાયો.દિશા પણ ટેબલ પર પોતાની ડીશ લઇને બેઠી.સમ્યકે ખાવાનું શરૂ કર્યું પણ દિશા વિચારોને લીધે ખાવાનું ભુલી ગઇ.સમ્યકનું ધ્યાન ગયુ એટલે પુછયું “કેમ ખાતી નથી?...શું વિચારે છે?”“જો તમે આમ ગમે ત્યાંરે ગુમ થઇ જશો તો