64 સમરહિલ - 78

(203)
  • 7.2k
  • 7
  • 5.8k

કેપ્ટન ઉલ્હાસનો વ્યુહઃ શાંગરા તરીકે ઓળખાતી બખોલમાં એક લડાકુ કાફલો રોકાયો છે એવી બાતમી સ્થાનિક આદિવાસીઓ પાસેથી મળી ત્યારે સૌથી પહેલાં કેપ્ટન ઉલ્હાસે તેમની પાસે બખોલનો જેવો આવડે તેવો નકશો બનાવડાવ્યો હતો. આ લોકો કોણ હતા તેનો તેને કોઈ અંદાજ ન હતો. આઈપીએસ કક્ષાના પોલિસ અફસરનું અપહરણ અને સીધા હોમ મિનિસ્ટ્રીમાંથી જ તલાશનો ઓર્ડર... એટલે મામલાની ગંભીરતા કેપ્ટન ઉલ્હાસ બરાબર સમજી શકતો હતો. રાઘવે જે પ્રકારે સંદેશો મોકલાવ્યો એ પરથી ઉલ્હાસને એટલું જરૃર સમજાયું હતું કે એ લોકો ભારે ખંધા અને ખેપાની છે. તલાશમાં જો જરાક સરખી ય ચૂક થઈ તો રાઘવનો ઘડો-લાડવો થઈ શકે છે.