64 સમરહિલ - 76

(240)
  • 9.2k
  • 12
  • 5.8k

સૂસવાટાભેર ફૂંકાયેલું વાવાઝોડું ચંદ મિનિટમાં પસાર થઈ જાય પછી ચોતરફ વેરાયેલી તારાજી વચ્ચે સ્તબ્ધતા હિબકે ચડી હોય એવું વાતાવરણ કાંઠા પર સર્જાઈ ગયું હતું. કેપ્ટિવ બોલ્ટ ગન મુક્તિવાહિનીનું લેથલ વેપન અમસ્તી ન્હોતી ગણાતી. ચીનાઓના ગાઢ સંપર્કને લીધે ત્રણસો વર્ષથી બારુદનો પરિચય ધરાવતા તિબેટના લડાયક ખામ્પાઓએ ધડાકા અંગે જાતભાતના અખતરા કરી કરીને આ શસ્ત્ર વિકસાવ્યું હતું. મજબૂત ધાતુમાંથી બનેલાં બે અલગ અલગ ગેજના નળાકારને ફાસ્ટ્નર વડે જોડીને આશરે સાડા ત્રણ ફૂટનો સળંગ પાઈપ તૈયાર થતો હતો.