ટૂંકીવાર્તા : જલસા કરો, જીવનલાલ...! રાઘવજી માધડ ખરા બપોરનો તાપ આકરાપાણીએ હતો.પુલ પરથી પસાર થતા વાહનોનો કાન ફાડી નાખે તેવો કર્કશ અવાજ અને ધુમાડો એક સંપ થઇ કાળો કેર વર્તાવી રહ્યા હતા.આવા અકળાવનારા સમયે જીવનલાલ આપઘાત કરવાના ઈરાદાથી અહીં આવ્યા હતા.પછી પુલ પરથી નદીમાં કૂદવા ગયા હતા. આ વેળા તેમનો શ્વાસ અદ્ધર થઇ ગયો હતો.શરીર શૂન્ય બની ગયું હતું. કોઈ જાતનો ભાર રહ્યો નહોતો. આમ તો તેઓ મનથી મૃત્યુને વરી ચૂક્યા હતા. હવે તો માત્ર તનનો જ નાશ કરવાનો હતો. પણ નદીમાં ઝંપલાવવા લાંબી છલાંગ ભરી હતી ત્યાં પાછળથી કોઈએ ખમીશની ચાળ પકડીને રોક્યા હતા.તેઓ અટકીને પાછા