ખોફનાક ગેમ - 3 - 1

(99)
  • 4.9k
  • 7
  • 2.3k

નાગર કોટ...નેપાળનું ખૂબ સુંદર હિલ સ્ટેશન. લગભગ સો ખોરડાની વસ્તી ત્યાં છૂટા-છવાયા પર્વતો પર વસેલી છે. એક તરફ ઉત્તર દિશામાં ગીચ જંગલ ફેલાયેલું છે. તો બીજી તરફ મોટી ઝીલ આવેલી છે. કાઠમંડુથી તે 32 કિલોમીટરના અંતરે આવેલુ છે. ભારતથી તિબેટ જવાના રસ્તા પર નાગરકોટ આવે, તેની ઊંચાઇ 2300 મીટર દરિયાની સપાટીથી આવેલી છે. બૌદ્ધ સાધુ મંજુશ્રી પ્રથમ ત્યાં ગયેલા.કહેવાય છે કે નાગરકોટનો પૂરો એરિયા પહેલા મોટી ઝીલ હતી. પણ ભૂતકાળમાં આવેલા કોઇ ભૂકંપની અસરથી તે પર્વતોનો ભાગ ઉપર આવી જતા નાગરકોટ બન્યું.વિશ્વના ટુરિસ્ટો નેપાળ ફરવા માટે આવે છે. અને તે સૌ નાગરકોટની અચૂક મુલાકાત લે છે.