ઉપવાસથી વજન વધે? @ રવીન્દ્ર પારેખનાનો હતો ત્યારે હું ખૂબ ધાર્મિક હતો.મારી બાનું જોઈ જોઇને હું પણ પૂજાપાઠ કરતો.ગીતા વાંચતો.ઉપવાસ કરતો ને દેવી-દેવતાઓના ચહેરા ફરતું જે પ્રકાશ વર્તુળ રચાતું,તેવું મારી ફરતે છે એવું મને લાગતું.ઘણીવાર મેં મારા ફોટા ફરતે પ્રકાશ વર્તુળો પણ દોરેલાં,પણ મારી ફરતે તો અંધારું જ છવાતું રહેલું.મારી બા બહુ જ ધાર્મિક હતી એટલે ધાર્મિક ફિલ્મો ઘણી જોતી ને મને પણ સાથે લઇ જતી.હું પણ ધાર્મિક ગણાવા બાને અનુસરતો.તેની જેમ જ ઉપવાસ કરતો.આખ્યાનો વાંચતો એટલે મોટો થતા વ્યાખ્યાનો ને વ્યાખ્યાઓ આપતો થયેલો.પછી જેમ જેમ સમજ પડતી ગઈ તેમ તેમ ધરમ-કરમ છૂટતાં ગયાં.હવે હું કંઈ કરતો નથી,ન