વેદાંત

(30)
  • 3.8k
  • 2
  • 1k

ત્રણ મહિના પહેલા એક ગંભીર સ્કૂટર અકસ્માતનો ભોગ બનેલા તમે હજુ પૂરી રીતે સ્વસ્થ થયા નથી વેદાંત. તમારે હજુ બે મહિના તમારી તબિયતની કાળજી રૂપે ઘરમાં જ ગાળવાના છે. એક વહેલી સવારે બેડ ટી લેતાં લેતાં છાપાં સાથે મૂકાયેલી એક નિમંત્રણપત્રિકા પર તમારી નજર પડે છે. હાથમાંનો ચાનો કપ બેડની પાસેના સાઈડ ટેબલ પર મૂકી તમે એ પત્રિકા હાથમાં લો છો. પંદર દિવસ પછી સાહિત્યના નામાંકિત એવોર્ડ ફંક્શનમાં હાજર રહેવાનું આ નિમંત્રણ છે. તેને પાછી કવરમાં મૂકી તમે ચાનો કપ હાથમાં લો છો અને ગરમાગરમ ચાનો એક ઘુંટડો મોંમાં ભરતાંની સાથે જ તમારી નજર સામેના કબાટમાં તમે મેળવેલી ટ્રોફીઓ પર