મારી ચાર વર્ષની દીકરીએ મને બે દિવસ પહેલા નિર્દોષ સવાલ કરેલો, 'પપ્પા પગમાં શું નાખી શકાય ? ' ત્યારથી હું 'પગમાં શું નાખી શકાય' તે વિષે વિચારું છું. જો કે મારી પુત્રીનો ઈશારો મહેંદી તરફ હતો, પણ માનવીનો સ્વભાવ ખણખોદીયો ખરો !, તેથી હું આ વિષયમાં બીજી શક્યતાઓ વિચારવા માંડ્યો પણ આટલા મનોમંથન પછી પણ પરિણામ તો એસ.એસ.સી માં આવ્યું હતું એવું સાવ નબળું જ આવ્યું. ઘણીવાર તમારા નસીબે અથવા લખણે પગમાં તમે (ડોક્ટરની મદદથી) સળિયા કે પ્લેટ નાખી શકો. અહી વ્યાકરણને થોડો મૂઢ માર મારી 'નાખી શકાય' શબ્દ સાથે બાંધી શક