ભાગ : 12 જેસલમેર ની હોટેલમાં હું અને હીના રોકાયા હતાં.એ રાત્રે અમારા ચીફ શ્રીવાસ્તવ સાહેબ આવ્યા હતા અને એક સ્પેશિયલ મિશન માટે અમને તૈયાર કર્યા હતા. વહેલી સવારે અમારે લોદરવા રાજકુમારી મૂમલ મહેલ ની મુલાકાતે નીકળવાનું હતું જો કે અમને એ વખતે ખબર નહોતી કે મૂમલ મહેલ ના ફક્ત અવશેષો જ બચ્યાં છે.ખેર, ભારે તણાવ મા અમે ઘોર્યા હતાં. સવાર પડી. અમે ફટાફટ તૈયાર થઈ ને બહાર નીકળ્યા. અમને બેય ને હોટલ નો સ્ટાફ ફાટી આખે જોઈ રહ્યો હતો. હીના ચેક્સ શર્ટ અને જીન્સ મા જામતી હતી. હું પણ