ધ્રુવ ભટ્ટની 'સમુદ્રાન્તિકે' જેણે વાંચી છે તેમણે શિયાળબેટ વિશે ઘણી વાતો જાણી હશે. સર્વત્ર અરબસાગરથી ઘેરાયેલો એક રમણીય ટાપુ એટલે અમરેલી જિલ્લામાં આવેલું શિયાળબેટ. એક ઐતિહાસિક અને પુરાતત્વીય બેટ. લગભગ 98 એકર જેટલો તેનો વિસ્તાર છે. અમારે જાફરાબાદથી તો માત્ર 25 કિલોમીટર થાય. જેણે કોઈ દિવસ દરિયો કે દરિયા સાથે ઓતપ્રોત થઈ ગયેલું લોકોજીવન જોયું ન હોય એણે એકવાર શિયાળબેટ અવશ્ય જોઈ લેવું. પ્રથમ તો તમારે દરિયો ઓળંગીને જ ત્યાં પહોંચવું પડે, નાનકડી વારે રાખેલી હોડી તમને બેટ સુધી મૂકી જાય અને મહેનતાણું લઈ લે. મેં ગયા વર્ષે જ 'સમુદ્રાન્તિકે' વાંચી. પછી ત્યાં જવા માટે રીતસરની તલપ ઉપડેલી. જોકે, એવું નથી