આપણે આગળ જોયું કે, રોશનીને રાજ અને સંજનાના સંબંધની જાણ થઈ જાય છે, એ ખુબ નાસીપાસ થઈ જાય છે, અને ઘરમાં જેટલી પણ દવાઓ પડી હોય એ બધી ગળી જવાથી રોશનીની હાલત ગંભીર થઈ જાય છે. હવે આગળ...જિંદગીએ ઘણા દર્દ આપ્યા, શું ખબર હતી કે તારું આપેલ દર્દ, જિંદગી જ દર્દ છે એ સમજાવી દેશે!!રોશની દવાઓ ગળીને પોતાના રૂમમાં પડી પડી પોતાના નસીબને કોષી રહી હતી. ધીરે ધીરે દવાની અસર થવાથી તેનું બ્લડપ્રેસર કન્ટ્રોલ બહાર જતું રહ્યું હતું, શરીર ઠંડુ પડી ગયું હતું, આંખ સામે ના દ્રશ્ય અસ્પષ્ટ થવા લાગ્યા હતા. મગજ બસ એક જ વિચારમાં ચકડોરે ચડ્યું હતું કે