પ્રેમ અંગાર - પ્રકરણ : 23

(74)
  • 3.3k
  • 4
  • 1.8k

પ્રકરણ : 23 પ્રેમ અંગાર મંદિરથી બહાર નીકળીને વિશ્વાસે આસ્થાનો હાથ પકડીને વાડી તરફ પ્રયાણ કર્યું. આસ્થાને વિશ્વાસે હાથ પકડેલો એમાં ખૂબ પ્રેમની તડપની ગરમી મહેસૂસ થતી હતી વિશ્વાસે આસ્થાને ગળામાં હાથ પરોવી એની આંખોમાં જ જોઈ રહ્યો. જાણે કેટલાય દિવસોની તરસ મીટાવી રહેલો. આસ્થાની આંખોમાં આંસુ આવી ગયા. વિશ્વાસે આંખોથી જ જવાબ આપ્યો.વિશ્વાસની આંખો પણ નમ થઈ ગઈ. એણે આસ્થાની આંખોને ચૂમી લીધી અને બાહોમાં સમાવી લીધી અને ખૂબ જ દબાણથી હૈયા સરસી ચાંપી લીધી. મૌન છવાઈ ગયું અને હૃદયથી હૃદય વાત કરી રહ્યું. આસ્થાના ધીરજનો બાંધ છૂટી ગયો એ ખૂબ જ ધુસકે ધ્રુસકે રડી રહી. વિશ્વાસ