ખોફનાક ગેમ - 1 - 3

(116)
  • 7.3k
  • 7
  • 4.9k

પગલાંની છાપ જોઈને વ્રજલાલભાઈ તથા પટેલભાઈ દંગ રહી ગયા. ફોરેન્સી સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા કેટલાંય વર્ષો થઈ ગયાં હતાં, પણ ક્યારેય આટલાં મોટાં પગલાં તેઓએ જોયાં ન હતાં. કાંટાની વાડ એક તરફથી દૂર કરી તેઓ પગલાની નજદીક પહોંચ્યા, રાત્રીના થયેલ વરસાદથી પગલાંની અંદરના સળ થોડા ઝાંખા પડી ગયા હતા, પણ દિવસના સૂર્યના તાપને લીધે પગલાની છાપવાળી પટ્ટી સુકાઈ ગઈ હતી. તેથી પગલાં સ્પષ્ટ દેખાતાં હતાં.