વન્સ અપોન અ ટાઈમ - 68

(121)
  • 8k
  • 10
  • 5.1k

બોમ્બ બ્લાસ્ટ કેસનો આરોપી અને ડ્રગ સ્મગલર ઈકબાલ મિર્ચી ઇન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો એનો આનંદ મુંબઈ પોલીસ અને છોટા રાજન વધુ સમય માણી ન શક્યા. ઈકબાલ મિર્ચી ઇંગ્લેન્ડના મોટા વકીલોની મદદથી કાનૂની આંટીઘૂંટી અજમાવીને છૂટી ગયો અને મુંબઈ પોલીસ હાથ ઘસતી રહી ગઈ. પણ એથી નિરાશ થવાને બદલે છોટા રાજને દાઉદના બીજા ડ્રગ સ્મગલર્સ મિત્રોને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. છોટા રાજને બબલુ શ્રીવાસ્તવની મદદથી દાઉદના ડ્રગ સ્મગલર મિત્રોના ઘણા માણસોને ફોડી નાખ્યા.