વન્સ અપોન અ ટાઈમ - 65

(143)
  • 7.8k
  • 19
  • 5.4k

ઈરફાન ગોગા કરાચીથી પાછો દુબઈ આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પ્રેમિકા અર્ચના બબલુ શ્રીવાસ્તવ પાસે જતી રહી છે! તે ઉશ્કેરાઈ ગયો અને તેણે બબલુને કોલ કરીને બેફામ ગાળો આપી. સામે બબલુએ પણ તેની સાથે એવી જ ભાષામાં વાત કરી. ઈરફાન ગોગા એ વખતે તો ગમ ખાઈને બેસી ગયો, પણ બીજા જ દિવસથી એ નહાઈ-ધોઈને બબલુ શ્રીવાસ્તવની ગેંગ પાછળ પડી ગયો. એમાં એને અબુ સાલેમની મદદ મળી. સાલેમની મદદથી તેણે લખનૌની સેશન્સ કોર્ટમાં બબલુ શ્રીવાસ્તવના એક મહત્વના સાથીદારને ખતમ કરવી નાખ્યો.