વન્સ અપોન અ ટાઈમ - 63

(137)
  • 8.6k
  • 14
  • 5.4k

‘મુંબૈયા ગેંગવોરને અત્યંત લોહિયાળ બનાવનાર અને સલામત ગણાતા મુંબઈ શહેરને અસલામત બનાવવામાં સિંહફાળો આપનાર છોટા શકીલ વિશે માંડીને વાત ન કરો તો અંડરવર્લ્ડ કથા અધૂરી ગણાય.’ બ્લેક લેબલ વ્હિસ્કીનો વધુ એક ઘૂંટ મોંમાં ઠાલવવા અટક્યા પછી પપ્પુ ટકલાએ કહ્યું, ‘મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ જ્યાં મોટો થયો હતો એ ટેમકર સ્ટ્રીટમાં જ છોટા શકીલ ઉછર્યો હતો. એના પિતા બાબુ શેખ ટેમકર સ્ટ્રીટના એક ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરીને મહેનતની રોટી ખાતા હતા. પણ એમના દીકરા શકીલને બાપની જેમ મહેનત કરીને બે ટંકની રોટી કમાવવામાં રસ ન પડ્યો.