વન્સ અપોન અ ટાઈમ - 61

(151)
  • 8.2k
  • 15
  • 5.6k

મોહન કુકરેજાએ ક્લોઝ સર્કીટ ટીવીના સ્ક્રીન પર જોયું કે સશસ્ત્ર યુવાનો એમના ભાઈ ઓમપ્રકાશ કુકરેજા અને ભત્રીજા આનંદ કુકરેજા પર અંધાધુધ ગોળીબાર કરી રહ્યા છે. ઓમપ્રકાશ કુકરેજા અનેક ગોળીઓથી વિધાઈ ગયા. આનંદ કુકરેજા એક ટેબલ પાછળ પડી ગયો. પણ એ અગાઉ એક ગોળી એની આંખમાં અને બીજી ગોળી એના ડાબા હાથમાં ઘુસી ગઈ. સશસ્ત્ર યુવાનોને મોહન કુકરેજાની ગેરહાજરીનો અંદાજ ન આવ્યો. તેઓ ‘કામ તમામ’ કરીને ઓફીસ બહાર નીકળીને મારુતિવેનમાં ગોઠવાયા અને નાસી છૂટ્યા.