64 સમરહિલ - 72

(164)
  • 7.3k
  • 10
  • 4k

પ્રોફેસર અને તેમની સાથેનો કાફલો બિહામણા અંધારામાં અડાબીડ જંગલ વચ્ચેથી સ્હેજપણ અવાજ ન થાય તેની કાળજી રાખતો દબાતા પગલે આગળ ધપી રહ્યા હતા. ખભા પર વજનદાર કોથળા લાદીને બેય હાથમાં પકડેલી ડાળખીઓ વડે સરુના અણીદાર, તીરના ફણા જેવા સીધા પાન વચ્ચેથી જગ્યા કરતા લુંગીધારીઓ સપાટાભેર આગળ વધતા હતા પરંતુ પ્રોફેસર માટે એ એટલું આસાન ન હતું.