શિયાળાની શરુંઆત થવાની હોય એટલે અમારે જલસા આમ તો રોજ જલસા હોય જ પણ શિયાળામાં અમે સાંજે નિશાળેથી આવી રમી-કુદીને લેસન ઝટ પતાવી દાદા જોડે તાપણું કરવા દોડી જતાં. દાદા સગડી સળગાવીને ઢાબળો ઓઢીને તાપણું કરતાં હોય અમે જઈએ એટલે દાદા થોડો ઢાબળો અમને પણ ઓઢાળતા ; અને દાદા દરરોજ વાર્તા કહે... વાર્તા પૂરી થાય પછી તરતજ મમ્મી જમવા બોલાવે. આમ આ અમારી રોજીંદી ક્રિયા. આમ એકવાર હું મારી બહેન અને મારા કાકાનો છોકરો અમે ઝઘડતાં હતા એટલામાં દાદાએ બોલાવ્યા. અહીં આવો દિકરાઓ મારી જોડે આજે તમને એક કુતરાના પ્રેમ અને લાગણ