કિંમત છે બનાવટની

(13)
  • 3.8k
  • 3
  • 1.2k

કિંમત છે બનાવટની નથી જેવી માટી, ચૂનો કે રંગની, કિસ્મત તેવી છે, આ બનેલ મુરતની. નથી જેવી શીલ,ગુણ કે ચારીત્ર્યની, મહત્તા તેવી છે દેહ અને સુરતની, નથી કાગળ કે તેના પરના છાપકામની, લાલસા જેવી મુદ્રા મળ્યા પછીના વટની. નથી રીત, રસમ કે પછી રિવાજની, જેટલી ઈજ્જત છે કામની પતાવટની. નથી પાયો, પુરાણ કે કોઈ ઈમારતની, તેટલી શોભા તેની અંદરની સજાવટની. નથી પાણી, દરિયો કે તેના મોજાની, સુંદરતા દેખાય છે ફક્ત તેના પટની. નથી દેખાતી સીધા, સરળ વ્યવહારની, દેખાય છે ગુણવત્તા જેવી છળકપટની. નથી શુદ્ધ સંત કે પછી પ્રભુ હિતકારીની, પૂજા થાય છે એવી મીઠાબોલા લંપટની. નથી કોઈ કિંમત મૂળરૂપ