આપણી સંસ્કૃતિ હજુ પણ જીવે છે..

(13)
  • 4.3k
  • 1
  • 1.1k

થોડા દિવસો પહેલાની વાત છે..! અમારી સોસાયટીમાં જ રહેતા અમારા પડોશી એવા આશા આંટી ઘરે આવ્યા, પોતાના 11 વર્ષના પુત્ર નીત ના બર્થડે ની પાર્ટીનું આમંત્રણ આપવા, "આઠ - સવા આઠે આવી જજો બધા..! કોઈ ગિફ્ટ કે કશું ન લાવતા..! અને ટાઈમ એ પહોંચી જજો..!""સારું, સમયસર આવી જઈશું..!" સામાન્ય રીતે આપણા મતે બર્થ ડે પાર્ટી હોય શુ ? એક મસ્ત મજાનું કેક, સુંદર મજાનો નાસ્તો, ઘણા બધા મિત્રો , ગિફ્ટસ અને ડી જે ની ધમાલમાં નાચતા મિત્રો...!! બોલે તો પાર્ટી ઝીંદબાદ ! "અરે રે ! સવા આઠનું કીધું તું, આ તો સાડા આઠ થઈ ગયા, અડધો કાર્