મળેલો પ્રેમ - 10

(26)
  • 3.4k
  • 1
  • 1.4k

રાત્રી નો સમય હતો. બસ વડોદરા તરફ આગળ વધી રહી હતી. કાનજી ઊંઘી ગયો હતો. રાહુલ ને શ્રુતિ ની યાદમાં ઊંઘ નહોતી આવી રહી. રાહુલ વિચારી રહ્યો હતો કે, શું શ્રુતિ ના પિતા માની જશે? શ્રુતિ મારી સાથે આવશે? શ્રુતિ ને કઈ રીતે ત્યાં થી લઈ આવીશ? હોસ્ટેલ વાળા પકડી નહીં લેને? શું શ્રુતિ ને કોલેજમાં થી જ સાથે લઈ લઉં? આવા કેટલાય વિચારો કર્યા બાદ , અંતે રાહુલ ઊંઘી ગયો. વડોદરા બસ સ્ટેશન પર બસ ઉભી રહી. રાહુલ અને કાનજી બંને ઉતર્યા. "એય , કાના! હોસ્ટેલ નું નામ યાદ છે ને?" "હોસ્ટેલનું તો નહીં! પરંતુ, કોલેજ નું નામ યાદ