મર્ડર એક કહાની - ભાગ ૨

(128)
  • 4.5k
  • 4
  • 2.1k

રેલ્વે સ્ટેશન પર ચાઈ અને પાણી વાળા લોકોની ભીડ હતી, અને A3 ડબ્બામાં કાળા રંગના કવર વાળી કિતાબ વિકાસના હાથમાં હતી. અસ્થાના સાહેબ પોતાની મૂછોને તાવ આપતા બોલ્યા " તો શરૂ કરીએ" વિકાસ સીટ પર પાછળ ખસીને, પગ પર પગ ચડાવતો બોલ્યો " હા, બિલકુલ." અસ્થાના સાહેબ બોલ્યા " આ કહાની મે ફર્સ્ટ પર્સન માં લખી છે, એટલે કે કહાનીનો હીરો ખુદ લેખક છે." કહાની કંઇક આમ છે. સાત અરબ ચેહરા જોઈ ને કહું છું કે અહીંયા કંઇજ મફતમાં મળતું નથી. રોટલીનો પ્રત્યેક ટુકડો, નર્મ બિસ્તરની પ્રત્યેક કરવટ, કમાવવી પડે છે. જિંદગીમાં ક્યારેય એવો મોડ આવી જાય છે કે બેઈમાની,