એમના દિલમાં ઘણુબધું હોય છે...જેના ખિસ્સામાં કઈ નથી હોતું ..!!એક દી તો આવશે..ભાગ - ૧૦આજે આખો દિવસ બસ મઝા જ મઝા...અમુ ખુશખુશાલ હતો...સાથે સાથે..શેઠ અને શેઠાણી નો સ્વભાવ પણ હવે અમુ ને મેચ થઈ ગયો હતો...આખો દિવસ ઘર નું કઈક કામ કરવાનું..છોકરાઓ જોડે બેસી ભણવાનું...ને..ઘર નાં કોઈ મેમ્બર હાજર ન હોય ત્યારે બધા છોકરાઓ સાથે ધીંગા મસ્તી કરવાની...!!શેઠ નાં છોકરા ઓ પણ અમુ પ્રત્યે લાગણી રાખતા...આમ તો શેઠ પણ ક્યારેય અમુ ને પોતાના છોકરાઓ ની સરખામણી માં નીચો ન ગણતા...છતાંય..કોઈ ચીજ વસ્તુ અમુ ને ગમતી હોય તો..છોકરાઓ એને લાવી અમુ નાં હાથ માં આપી દેતા...ને બદલામાં અમુ પાસે મજાક મસ્તી