માથાભારે નાથો - 14

(72)
  • 6.2k
  • 6
  • 2.3k

માથાભારે નાથો [14] રિક્ષામાંથી ઉતરીને રાઘવ ફટાફટ એની રૂમ પર પહોંચ્યો. જાણે સિંહના મોઢામાંથી માંડ છુટેલું હરણું પોતાના કબીલામાં દોડાદોડ પહોંચી જાય તેમ. રાઘવની વહુ ઘણા દિવસથી રાહ જોતી હતી. ઘોડિયામાં સુતેલા તેના બાળકને તેડીને રાઘવ ખૂબ જ વ્હાલ કરતા કરતા રડવા લાગ્યો. જલ્દી પૈસાવાળા બનવાની લ્હાયમાં એ જે રસ્તે ચડી ગયો હતો એ રસ્તે ક્યાંય યુ ટર્ન નહોતો, એ રાઘવ જોઈ આવ્યો હતો. રામા ભરવાડ ના મનમાં રામ વસ્યા( કે પછી વાંહે કૂતરા ભસ્યા ?) એટલે એણે રાઘવને છોડી મુક્યો હતો. નીતા, રાઘવને રડતો અને બાળકને ખૂબ જ વ્હાલ કરતો જોઈને સમજી ગઈ કે નક્કી કંઈક અજુગતું બન્યું છે,