કેટલાંક કામ પ્રેમને કારણે જ થાય છે @ રવીન્દ્ર પારેખનોકરો દ્વારા થતાં કામ પગાર કે મજૂરીથી થાય છે ને નફો કે ખોટ પણ એમને જ આભારી હોય છે,પણ કેટલાંક કામ સો ટકા ખોટનાં કામ છે.જેમાં વળતરની કોઈ ખાતરી નથી,પણ એ થાય છે ને એના ઉપર જ આ દુનિયા ટકેલી છે.માબાપ સંતાનોને ઉછેરે છે તે એટલા માટે કે ભવિષ્યમાં એમના તરફથી કંઈ વળતર મળવાનું છે?આજેતો માબાપો ઘરડાઘરમાં કેવી રીતે રહેવું તેને માટે સંતાનો મોટેભાગે ઉછેરે છે ત્યાં,સંતાનો માબાપને રાખે કે ઘડપણમાં તેમની સંભાળ લેવાય એવી આશાથી કોઈ મા કે બાપ સંતાનોને ઉછેરતાં નથી.દીકરી મોટી થઈને સાસરે જવાની છે તો ,માબાપે તેને શું કામ