આપણે આગળ ના ભાગ 41 માં જોયું કે પૃથ્વી ને ચાર ભાઈઓના રહસ્ય વિષે જાણ થઈ જાય છે ,વિદ્યુત ના પૂર્વ સેનાપતિ ભીષણ ની મદદ થી તેઓ એ લોકો ની કમજોરી રૂપે રહેલું પાંચમું તત્વ શોધી લે છે ,જે એક દંડ માં છુપાયેલું હોય છે ,ચારેય ભાઈ એકસાથે માયાપૂર પર હુમલો કરી દે છે,અવિનાશ ની મદદ થી પૃથ્વી એ દંડ માં રહેલી શક્તિઓ ને પોતાના અંદર સમાવી લે છે.અને એક પછી એક ચારેય ભાઈ નો અંત કરે છે, પરંતુ મંત્ર પ્રમાણે પાંચેય તત્વ નો વિનાશ એક સાથે જ થશે એવું નિશ્ચિત હતું ,જેથી કરી ને માયાપૂર માં પ્રલય આવી જાય