રૂપાબેનનો મગજ ચકરાઈ ગયો '"મારા કલેજાના ટુકડાની આવી હાલત." એમણે મણ એકનો નિસાસો મુક્યો.રૂપાબેન પંદર દિવસથી ગામડેથી દીકરાના ઘરે આવેલા. આમ તો આવવુ પડયું હતુ. પતિ ગુજરી ગયા, બધી વિધિઓ પુરી થઈ ગઇ પછી દીકરાએ હઠ લીધેલી, હવે આ ગામમાં તમે એકલા રહો એ ન પરવડે, પપ્પા હતા તો અલગ વાત હતી, એ દેશી જીવડો. એમને ગામ સિવાય ક્યાંય ફાવે નહીં. પણ હવે બધુ સન્કેલો અને અમારી સાથે રહો, ખેતી તો ભાગે આપેલી જ છે, ક્યારેક મન થાય તો આંટો મારજો. રૂપાબેનને પણ એ વિશાળ ઘરમાં એકલા રહેવાથી થોડો ડર લાગતો હતો પણ દીકરા વહુ સાથે ફાવશે કે નહીં ફાવે