મલિક એકદમ થાકી ગયો હતો એટલે તેની ઊંઘ લાંબી ચાલી, બીજા દિવસની સવાર થઇ ગઈ હતી એટલે સૂર્યનો પ્રકાશ બારીમાંથી થઇ મલિકના મોં પર પડ્યો. મલિકના મોં પર પ્રકાશ આવવાથી તે ઉઠી ગયો અને આળસ મરડી ઉભો થયો અને તેના વાળ સરખા કરવા લાગ્યો. તેમણે ટોકરી માંથી દ્રાક્ષનું જુમખુ ઉપાડ્યું અને ખાતો ખાતો ગુફાના અલગ અલગ રૂમમાં ફરવા લાગ્યો. મલિક ફરતો ફરતો સિંહાસન તરફ જતો હતો અને ત્યાં રાજકુમારીને મળ્યો. રાજકુમારી તેને ગુફાની ઊંચી ટેકરી પર લઇ જાય છે. રાજકુમારી એક