અનોખી વીર પસલી

(26)
  • 13.6k
  • 4
  • 2k

મીનાને ત્રણ વખત મીસ ડિલિવરી થયા બાદ જ્યારે ચોથી વખત દિવસો રહ્યા ત્યારે થોડો સમય તો તેને માનવામાં જ આવતું ના હતું પણ ધીરે ધીરે એ ફરી સંતાનનું સ્વપ્ન કે જે એણે લગભગ જોવાનું બંધ જ કરી દીધું હતું તે ફરી જોવા લાગી હતી.એમાં એના પતિ રમેશનો પણ મહત્વનો ફાળો હતો.મીનાના દરેક કાર્ય અને નિર્ણયમાં એને પતિ રમેશનો સપોર્ટ રહેતો.તેથી જ ત્રણ ત્રણ મિસ ડિલિવરી પછી પણ તે ભાંગી નહોતી પડી.તેના સાસુ સસરા વતનના ગામમાં રહેતા હતા. આ વખતે તો મીના,તેનો પતિ રમેશ,તેના સાસુ સસરા બધા સારા દિવસોના સમાચાર સાંભળી ખુશખુશાલ હતા.હવે થયું એવું કે જેમ જેમ સમય પસાર થતો