બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૧

(65)
  • 5k
  • 8
  • 1.6k

ક્યાં ખબર હતી મને કે..પ્રેમ થઈ જશે...!!મને તો બસ તારું હસવું જ,સારું લાગતું હતું.....!!બસ કર યાર...ભાગ - ૩૧.મહેક નાં મુકામે એ અલોપ થઇ ગઇ..સમય નાં સથવારે સવાર ની ખુશનુમા વાતાવરણ સાથે હું બસ ની બારી માંથી દૂર દૂર નજર નાખતો રહ્યો...ગામડું...ખરેખર રાષ્ટ્ર ની પરિભાષા છે..સવાર ના સાત વાગી ગયા હતા..હું મારા ગામ ની ભાગોળ વટાવતાં ચાલતા મારા ઘર તરફ આવી પહોંચ્યો..મારા આવવાના સમાચાર મે ઘરે પહેલેથી જ આપી દીધેલા..તેથી મારી નટખટ નાનકી મારી રાહ જોતી ઉંબરે જ ઊભી હતી..મને જોતા વેંત દોડી આવી..ને મારા સામાન પર કબજો જમાવી લીધો...માં બાપ ની અમી દ્રષ્ટિ જ મારા અરમાનો પૂર્ણ કરવાના એકમાત્ર આશીર્વાદ