કઠપૂતલી - 13

(117)
  • 5.1k
  • 9
  • 4k

13ડુમ્મસની હદમાં આવતી પોલિસ ચોકીના ઈન્ચાર્જને જાણ કરી મર્ડરનો ગુનો નોંધાયો હતો. છતાં આ કેસ ઓલરેડી એક જ પરંપરાગત મર્ડરોને અનુસરતો હોઈ ખટપટિયાએ પોતાની રીતે ઈન્વેટિગેશન જારી રાખ્યુ હતુ. પુરૂષોત્તમદાસની કારને ખટપટિયા અને જગદિશ ધારી ઘારીને જોઈ રહ્યા હતા.. ગાડીના આગળના મેઈન ગ્લાસ પર રક્તથી કઠપૂતલી લખાયુ હતુ.ગાડીની પડખે જ પુરૂષોતમની લાશ પડી હતી. જમીન પર થયેલો લિસોટો અને લોહીના ડાઘ જોઈ એવુ લાગતુ હતુ. જાણે લાશને ઝાડીમાંથી ખેચીને લવાઈ હતી. એના ગળાની નસ કપાઇ ગઈ હતી..આગળનો શર્ટનો ભાગ લોહીથી ખરડાઈ ગયો હતો. એની આંખો પહોળી થઇ ગઈ હતી. ખટપટિયા ત્યાં લગી જોઈ આવ્યો જ્યાં એનુ મર્ડર થયુ