નિમેશ અને ભરત જંગલમાં આવી ગયા હતાં. એમને એ રિસોર્ટ સુધીનો રસ્તો ખબર ન હતી. રસ્તો હતો જ નહિ, ચારે બાજુ ફેલાયેલી જંગલી ઝાડીઓને પાર કરીને ત્યાં સુંધી પહોંચવાનું હતું. જંગલમાં બનેલી કેડીઓ જ રસ્તો હતી જે એક કરતા વધારે પ્રમાણમાં હતી. એમાંથી જો ગલત કેડી પર ચડી જાઓ તો એ તમને ભટકાવી પણ શકે. હાલ એ લોકો માટે એક એક પળ કિંમતી હતી. અત્યાર સુધી તો ફોનમાં લોકેશનનો મેપ જોઈને ચલવ્યું હતું પણ જંગલમાં પ્રવેશતા જ ઇન્ટરનેટ ચાલ્યું ગયું હતું. નિમેશને ગુસ્સો આવી રહ્યો હતો. એણે આગળ ત્રણ લાશ જોઈ હતી હવે ચોથી લાશ, એ પણ એના ભાઈબંધની લાશ