લાઇમ લાઇટ - ૩૫

(204)
  • 5.5k
  • 11
  • 3.3k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૫ પોલીસ ઇન્સ્પેકટરે કામિનીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું એ જાણી રસીલીના દિલમાં પણ ફડકો પેઠો હતો. પોતે એકમાત્ર આ કેસની જાણકાર હતી. કામિનીએ તેના જ પતિ પ્રકાશચંદ્રની હત્યા કરી એમાં પોતાનું અદ્રશ્ય સમર્થન હતું. એ વાતને તેણે છુપાવી હતી. પોલીસને ક્યાંક કોઇ બાબતે શંકા ઊભી થશે તો પોતે પણ ભોગવવું પડશે એ સમજતી હતી. પણ અત્યારે પોતે હિંમત હારવા માગતી ન હતી. અને આપત્તિમાં આવેલી પોતાના જેવી બીજી સ્ત્રીને મદદ કરવાનો પોતાનો ધર્મ હતો. આખી દુનિયામાં કોઇ એવું ન હતું જે તેમની મદદ કરી શકે. તેમણે પોતાની સમસ્યાને પોતે જ સુલઝાવવાની હતી. તે કામિનીને મજબૂત બનાવવા પ્રયત્ન