પ્રેમ અંગાર - પ્રકરણ : 14

(66)
  • 3.8k
  • 5
  • 2.1k

વિશ્વાસ આજે ખૂબ આનંદમાં હતો. આજે એને જીવનમાં જાણે બધું જ એક સાથે મળી ગયું હતું. એની બાઈક જાણે પવન હંસનો ધોડો એ ઘરે આવી ગયો. આવીને મોબાઈલમાં આસ્થાનો મેસેજ જોયો એણે કાવ્યમય જવાબ આપેલો વાંચીને આનંદ વિભોર થઈ ગયો. એ સૂર્યપ્રભાબહેનને જઇને પાછળથી વળગી પડ્યો અને વ્હાલ કરવા લાગ્યો. માઁ એ પૂછ્યું ? વિશ્વાસ આજે એકદમ ? તું તો નાનો વિશું જ બની ગયો. આટલો બધો આનંદમાં જોઈને હું પણ ખુશ થઈ ગઇ છું શું વાત છે ? વિશ્વાસે કહ્યું “માઁ મેં તમને વાત કરેલી જ છે મહાદેવપુરા કમ્પામાં કાકુથ વસુમા અને આસ્થા રહે છે. તને જાણ જ છે