જાણે-અજાણે (20)

(62)
  • 4.3k
  • 1
  • 2.9k

બીજા દિવસે સૂરજ ઉગવાની સાથે જ રેવા તેનાં ઘેરથી નિકળી ગઈ. વંદિતાને તેમે રસ્તામાં બોલાવી હતી કેટલોક સામાન સાથે એટલે વંદિતા રેવાની રાહ જોઈને રસ્તે ઉભી હતી. વહેલી સવાર હતી એટલે વધારે માણસોની અવરજવર નહતી. રેવાએ તેનો સામાન માંગ્યો અને વંદિતા પાસેથી વિનય સુધી પહોંચવાનો માર્ગ પણ જાણી લીધો. વંદિતા તેની સાથે આવવા માંગતી હતી પણ રેવાએ તેને આમ કરવા ના દીધું. " હું જ્યાં જઉં છું ત્યાં વધારે આફતનો ભય છે. મને ખબર છે તે ગામમાં આપણું જવાં પર રોક છે. એટલે તું ના આવે તે જ સારું. અહીંયા કોઈ ને કશું કહીશ નહીં.