'ક્યા હૈ યે?' 'ક્રેમ્પોન્સ...' 'શું કામમાં આવે છે?' 'આરોહણ વખતે ચટ્ટાન પર પગની પકડ મજબૂતીથી જકડાઈ રહે એ માટે..' 'ગીવ ધ ડેમો...' રોજ દિવસમાં બે વારનો આ ક્રમ હતો. સવારે આગલા દિવસનું લેસન જાણે મોં-પાટ લેવાતી હોય તેમ ફટાફટ પાક્કું કરાવીને બીજા દિવસની ટ્રેનિંગનો આરંભ થતો હતો અને અંધારુ ઘેરાય ત્યારે થાકીને લોથપોથ થઈ ચૂકેલા સૌને હારબંધ ઊભા રાખીને જે કંઈ શીખ્યા તેનું પુનરાવર્તન કરાવાતું હતું.