ખર્ચાઈ ન જાય યાદો એટલે ટુંકમાં જ લખુ છુ,એ બહાને માંણુ તને એટલે તુજ માટે લખુ છુ.સહુ નો આભાર..!!એક દી તો આવશે....ભાગ ૯..અમુ ને પંદર દિવસ થઈ ગયા...એકાદ બે વાર ઘરે વેલા થી ફોન પર વાતો પણ થઈ..અમુ ને હવે થોડું થોડું ફાવવા લાગ્યું હતું પણ..એકાંત જગ્યા જઈ ધ્રુસકે ધ્રુસકે રડવા નું હજી બંધ નહોતું થયું..એ સમુ અને વેલા ને યાદ કરી મોટેથી ઘણી વાર રડી પડતો...આવા વર્તન થી કોક વાર રાત્રિ નાં સમયે પણ સહુ ની ઊંઘ બગડતી..પણ શેઠાણી દયાળુ હતા.. રાત્રે અમુ ને સમજાવી ફોસલાવી..ઊંઘાડી દેતા...ને શાંત કરતા..આજે સવારથી જ શેઠ,શેઠાણી અને છોકરાઓ ખુશ ખુશ હતા..આજે આમેય સન્ડે