પ્રેમ વાસના - પ્રકરણ - 23

(239)
  • 6.8k
  • 9
  • 3.8k

સિધ્ધાર્થે રૂમનાં દરવાજાને ઘક્કો માર્યો અને આસાનીથી ખૂલી ગયો અંદર રૂમમાં જઇને જોતાં કોઇ જ હતું નહીં. એની પાછળ પાછળ કર્નલ-લક્ષ્મણ અને સખારામ આવ્યાં. અને પછી રૂમમાં આવીને જોયું તો આખો રૂમ-બેડ-બધું જ સુવ્યવસ્થિત હતું કયાંય એવાં ચિન્હ નહોતાં કે અહીં થોડો સમય પ્હેલાં કોઇ ઘટના બની હોય. સિધ્ધાર્થે બાલ્કનીનો દરવાજો ખોલી જોયું ત્યાંય કોઇ નહોતું ત્યાં બહાર ટેબલ ઉપર કર્નલની ચીરુટનું પેકેટ અને લાઇટર હતાં બાકી કંઇ નહોતું ત્યાં પણ બધું બરાબર હતું. સિધ્ધાર્થે કહ્યું "કર્નલ સર આ શું છે અહીં તો કોઇ નથી. અને અહીં રૂમ અને બધુ જોતાં બધુ જ બરાબર અને નોર્મલ છે અહીં