દેખવું નહીં ને દાઝવું...

  • 7.6k
  • 3
  • 1.4k

દેખવું નહીં ને દાઝવું નહીં... @ સ્ત્રી સશક્તિકરણ @ રવીન્દ્ર પારેખહવે તો પુરુષો પણ બહુ પાછળ નથી,પણ સ્ત્રીઓ સૌદર્ય પ્રસાધનો પાછળ ઘણો ખર્ચ કરે છે.એ બધું પોતાને માટે જ કરે છે એવું દર વખતે ન પણ હોય,બને કે કોઈ તેને જુએ,તેનાં સૌંદર્યને વખાણે એને માટે પણ હોય.પ્રશંસા ઈશ્વરને પણ વહાલી છે,તો મહિલાઓ એમાંથી બાકાત ન જ હોય,જેમ પુરુષ ન હોય! પણ પુરુષ ઉનાળામાં તાપથી બચવા ચહેરો ભાગ્યે જ ઢાંકતો દેખાશે,જયારે સ્ત્રીઓ,હાથ,મો માથું એવું ઢાંકે છે કે ઘરે જઈને એનું મોઢું બહાર કાઢતાં કદાચ ન પણ જડે.ત્યારે પ્રશ્ન થાય કે તો પછી આટલો ખર્ચ સૌન્દર્ય પ્રસાધનો પાછળ કરવાનો કોઈ અર્થ ખરો?કોઈ જોવાનું ન હોય તો આ