રિયા રૂમમાં ઉભી થઇ અને ચારે બાજુના દિવાલ પરના કુંજના લખેલા એક એક શબ્દ વાંચીને રડી રહી હતી.તે કુંજના સ્પર્શને કુંજ સાથેની પળોને યાદ કરી રહી હતી.*************કુંજ વરસાદ ખૂબ પડી રહ્યો છે,અહીંથી તારા ઘરેઅત્યારે જવું મુશ્કેલ છે.બધી જ જગ્યા પર પાણી છે.તું આજની રાત્રી મારા ઘરે જ અહીં રહી જા.કાલે તું તારા ઘરે સવારે જતો રહેજે.સારું ઇન્સપેક્ટર સાહેબ...!!પણ કુંજને રિયાની જ ચિંતા હતી તે જલ્દી મુંબઈમાં રિયાને શોધવા માંગતો હતો.તે કોઈને કોઈ જગ્યા પર તો હશે જ.ઇન્સપેક્ટર સાહેબને ને તો હા,પાડી પણ કુંજ મુશળધાર વરસાદ માં થોડીવારમાં ઇન્સપેક્ટર સાહેબના ઘરની બહાર નીકળી ગયો.અને મુંબઈ શહેરમાં રિયાને શોધવા લાગીયો.મુશળધાર વરસાદ પડી