ધીમે ધીમે કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબે ખત્રીની હવેલીમાં પ્રવેશ કર્યો.બધે જ નજર ફેરવી ઇન્સ્પેક્ટર સાહેબે તપાસ કરી પણ કોઈ આજુ બાજુમાં દેખાય રહ્યું નહતું.કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબે હવેલીના દરવાજા તરફ ગયા.***************ધીમે રહી ઇન્સપેક્ટર સાહેબે દરવાજો ખોલ્યો.અંદર તપાસ કરી તો કોઈ હતું નહીં.ત્યાં જ હવેલીની ઉપર થી કોઈ આવ્યુ.હાથમાં બીસ્ટોલ શરીર પર લાલ રંગનો શૂટ.તે કોઈ બીજું નહીં પણ રાજેશ ખત્રી જ હતો.સ્વાગત છે,ઇન્સ્પેક્ટર સાહેબ તમારું ખત્રી સાહેબની હવેલીમાં.મને હતું જ કે તમે મારી હવેલી ગમે તેમ કરીને શોધી લેશો.કોઈ તો તમને એવું મળી જ જાશે કેમારી હવેલીનું સરનામું તમને આપી દેશે.કેમકે "શહેરમાં ઇજ્જતથી વધારે કોઈનું નામ બદનામીથી વધુ ઓળખાય છે"