અનહદ.. - (10)

(30)
  • 3.3k
  • 2
  • 2k

તેની નજર બારી બહાર ફરતી રહી હતી, બહાર નો નજારો એકદમ સપ્તરંગી હતો, લોકો આમતેમ દોડી રહયા હતા, રસ્તાઓ પર ગાડીઓ દોડી રહી છે, કિલકારીઓ કરતાં પક્ષીઓ ઉડી રહ્યાં હતાં, થોડે દૂર સમુદ્રની લહેરો આવજા કરી રહી છે જેની મજા બીચ પર રહેલાં કેટલાંક લોકો માણી રહ્યા છે, પણ મિતેશ તો શૂન્યમનસ્ક થઈ ઉભો છે, તેને એ બધું નથી દેખાતું.! કારણ કે, એતો વિચારો માં ડૂબેલો હતો. તેને બહુ અફસોસ થતો હતો! રાત્રે જે થયું તેના વિશે વિચાર કરી પોતાના પર ગુસ્સો આવ્યો, પોતાનો હાથ દીવાલ પર પછાડ્યો 'આશા તો નાદાન છે, નાસમજ છે, પણ હું? હું મારી જાત પર