સાપ સીડી - 20

(36)
  • 3.9k
  • 4
  • 1.7k

પ્રકરણ ૨૦યે હૈ ગુમરાહો કા રસ્તા..મુસ્કાન જૂઠી હૈ.. પહચાન જૂઠી હૈ.. ગાંધીનગરના સિક્રેટ ઈન્ટેલીજન્સ ઓફિસ એરિયામાં ઉચાટ ફેલાયેલો હતો. એનાથી વધુ તોફાન માલતી, મંથન અને આલોકના દિમાગમાં મચ્યું હતું. મિશન રૂમમાં બ્રિટીશ સાધ્વી લીઝાની આશ્ચર્યજનક કેફિયતનો આંચકો હજુ શમ્યો ન હતો. ત્યાં સંજીવના ફરી ગાયબ થઇ જવાની સૂચનાએ બીજો ઝટકો આપ્યો હતો. બ્યુરો ચીફ શશીધરને તરત જ એક પછી એક હાઈ લેવલના ઓર્ડર્સ ઇસ્યુ કરી અધિકારીઓને ચોતરફ દોડાવ્યા હતા. બરોબર ત્યારે જ આલોકના જાસુસી દિમાગમાં એક ઝબકારો થયો હતો. ગઈકાલે પેલી સાધ્વી અને યાકુબની ગાડીનો પીછો કરી રહ્યા હતા ત્યારે પોતે ગાડી ચલાવી રહ્યો હતો અને મંથને મોબાઈલ પરના ન્યુઝ