સાપ સીડી - 16

(36)
  • 4.3k
  • 3
  • 1.7k

પ્રકરણ ૧૬ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી જિંદગી હૈ ક્યાં એક કટી પતંગ હૈ.. ટ્રેનની ભાગવાની ઝડપ કરતા જુબેદાના દિમાગમાં મચેલી હલચલ વધુ તેજ હતી. અમદાવાદના દોલતપરાની પોતાની બિમાર અકા ફાતિમાબેગમના શબ્દો હજુયે જુબેદાના કાનમાં ગૂંજતા હતા. “આ અંધેરી ગલીઓ છે બેટી. અહીંથી આગળ રસ્તો ક્યાંય જતો નથી. તું મારી બેટી સમાન છે. તારા માટે આ કોઠી હંમેશા ખુલ્લી છે. જયારે જવું હોય ત્યારે જતી રહેજે.”વર્ષો પહેલા આ કોઠીની પાછલી ઓરડીમાં દિવસો સુધી પોતે રડતી રહી હતી. ફાતિમા બેગમે કોઈ જોર-જબરદસ્તી નહોતી કરી. અને એક દિવસ એના આંસુ સુકાઈ ગયા. ફાતિમા બેગમના ખોળામાં જ મોં છુપાવી એ