પ્રકરણ ૧૫અભી ના જાઓ છોડ કે કી દિલ અભી ભરા નહીં “બોલો ને દગડુ ચાચા.” મહિનાઓ બાદ પોતાના ઉસ્તાદનો અવાજ ફોન પર સાંભળી રફીકને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો. “શાગીર્દને કેમ યાદ કર્યો? હુકમ ફરમાવો.”“ક્યાં છો રફીક? વડોદરા કે અમદવાદ? પેલી તારી જુબેદાના પડખામાં?” ઉસ્તાદે રફીકની નશીલી રગ પર હાથ મુક્યો અને રફીકની આંખ સામે નશીલી આંખોવાળી જુબેદાનો નાચતો, થીરકતો દેહ પ્રગટ થઇ ગયો. એકાદ અઠવાડિયાથી પોતે અહીં આ અજાણ્યા વિસ્તારમાં ભટકી રહ્યો હતો. અત્યારે પણ એ સામેના ડોક્ટર અમૃતલાલના બંગલામાં ઘુસેલા પેલા સંજીવ નામના રહસ્યમય સાધુ પર ચાંપતી નજર જમાવી બેઠો હતો. લગભગ અર્ધી કલાકથી સંજીવ એ