પ્રકરણ ૧૨તૂને કાહે કો દુનિયા બનાઈ... પીઢ રાજકારણી હોવા છતાં શંભુકાકા આજ ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. ગઈ કાલનો પોતાનો રતનપરનો અનુભવ તેમને ચૂંથી રહ્યો હતો.સંજીવ સુબોધભાઈ જોશીનું રતનપરમાં આગમન થયું છે એવા સમાચાર રતનપરના સરપંચ વનરાજસિંહ બાપુએ આપ્યા ત્યારથી શંભુકાકા વિચારોના મહાસાગરમાં ગરકાવ થઇ ગયા હતા. પોતાની વહાલી ભત્રીજી માલતી, અત્યારે રાજસ્થાનમાં જેની શોધમાં ફાંફાં મારી રહી છે એ સંજીવ, અહીં રતનપરમાં હતો. પહેલા તો એમને થયું કે માલતીને તુરંત જાણ કરી દઉં. પછી એમનું શાણું દિમાગ ઝબક્યું. શું સાત વર્ષ બાદ, સંજીવ એ જ સંજીવ હશે જેને માલતી શોધી રહી છે? પહેલા એ તપાસવું જરૂરી હતું. બીજી બાજુ,