પ્રકરણ ૧૧ બાબુલ કી દુઆએ.. લેતી જા... ઈલાને દુનિયા ફૂલ ગુલાબી લાગવા માંડી હતી. રાજકોટથી કુલદીપના પિતાજી એટલે કે પોતાના સસરા રામસિંહ અને સાસુમા અનસૂયાબા ઓસરીના ઢોલિયે બેઠા હતા. વાતચીત પરથી જ પતિ-પત્નીની સત્સંગી વૃતિ દેખાઈ આવતી હતી. રામસિંહ બાપુ ભગત માણસ હતા અને અનસૂયાબા સત્સંગી જીવ હતા.“કુલદીપ મોટો અને રાજદીપ નાનો.” રામસિંહનો અવાજ સંભળાયો “ખોટું નહિ બોલું. અમારો કુલદીપ સાવ સીધો અને રાજદીપ થોડો ગરમ મગજનો. કોઈનું સાંભળી ના શકે. અને કુલદીપ ખોટું સહન ન કરી શકે.” બોલતી વખતે રામસિંહના ચહેરા પર પુત્ર પ્રેમ અને સંતોષ હતા. “મા આશાપુરાની કૃપા જુઓ. બેયને એના સ્વભાવ પ્રમાણે નોકરી મળી. કુલદીપ શિક્ષક