? ઋણાનુબંધ ? પાર્ટ -૨ માં વાંચ્યું ★શૈલી અને શેખરની નાદાની ...★શૈલીનું ચકરાવે ચડેલું મન ... હવે આગળ પાર્ટ - 3 ?સમય પણ એના સમયના હિસાબે જાણે ધીમા ડગલા ભરતો રહ્યો . મામી અને શૈલીનો મહિલા આશ્રમ જવાનો સમય નજીક આવી ગયો . રાતની ટ્રેનમાં નીકળ્યા અને સવારે એક નાનકડા શહેરમાં પહોંચ્યા . ત્યાંથી છકડામાં બેસી એ લોકો મહિલા આશ્રમ પહોંચી ગયા . શૈલી તો ત્યાનું વાતાવરણ જોઈને પાગલ થઈ ગઈ . હરિયાળી જ હરિયાળી , ગુલાબના ફૂલોની સુગંધથી મહેકતો બગીચો , આસોપાલવના ઉંચા ઝાડ , મોગરાની સુગંધ રેલાવતી મોગરાની વેલો , ગુલમહોરના વિશાળ વૃક્ષોથી સજેલી રોડની બાઉન્ડ્રિ ... આશ્રમના એક ખૂણામાં સુંદર મજાનો